Hymn No. 2967 | Date: 01-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-01
1991-01-01
1991-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13955
ડંખ લાગ્યો હૈયાને રે ઊંડો, ડંખ એ તો હૈયાને ડંખતો રહેશે
ડંખ લાગ્યો હૈયાને રે ઊંડો, ડંખ એ તો હૈયાને ડંખતો રહેશે સમય મલમપટ્ટી કદી એની કરશે, કદી તોયે ના એ તો રૂઝાશે કદી કદી ડંખ વિષ બનીને તો બહાર આવી જાશે - ડંખ... ડંખેલાના ડંખ તો જીરવવા, જીવનમાં આકરા બની રે જાશે - ડંખ... કદી કદી એ તો પ્રકૃતિમાં બદલી લાવી રે એ તો જાશે - ડંખ... જોશે ના જગમાં એ તો બીજું રે કાંઈ, વેદના એ તો ઓક્તો જાશે - ડંખ... વળતો ડંખ મારીને, કદી કદી એ તો અટકી રે જાશે - ડંખ... લાગ્યો ડંખ જ્યાં શબ્દનો, હૈયું એ તો કોરી રે જાશે - ડંખ... ડંખ લાગ્યો જ્યાં પ્રેમનો, બીજું બધું એ તો ભુલાવી જાશે - ડંખ... લાગશે ડંખ જ્યાં સાચી ભક્તિનો, જીવન એ તો સુધારી જાશે - ડંખ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dankha laagyo haiyane re undo, dankha e to haiyane dankhato raheshe
samay malamapatti kadi eni karashe, kadi toye na e to rujashe
kadi kadi dankha visha bani ne to bahaar aavi jaashe - dankha ...
dankhelana dankha to jiravashe - thanks jivanamam akara bani re ...
kadi kadi e to prakritimam badali lavi re e to jaashe - dankha ...
joshe na jag maa e to biju re kami, vedana e to okto jaashe - dankha ...
valato dankha marine, kadi kadi e to ataki re jaashe - dankha ...
laagyo dankha jya shabdano, haiyu e to kori re jaashe - dankha ...
dankha laagyo jya premano, biju badhu e to bhulavi jaashe - dankha ...
lagashe dankha jya sachi bhaktino, jivan e to sudhari jaashe - dankha. ..
|
|