જ્યાં પ્રાણ સમા બની જાશે રે પ્રભુ (2) ત્યાં
અંતરના ભાવોની લેણદેણ તો થઈ જાશે શરૂ
મુખ પર પ્રગટાવી ભાવો એના, કહી જાશે એમાં એ તો ઘણું - જ્યાં...
સમજાશે ભાવો તો એના હૈયામાં, જ્યાં ઝીલશે એને તમારું હૈયું - જ્યાં...
મુખ પર ભાવોની રમત માંડી, રમત રમતમાં કહી જાશે એ તો ઘણું - જ્યાં...
ભેટ દીધી ભાવની ભાષાની જગને, કરી દેશે વાત એમાં એ તો શરૂ - જ્યાં...
પ્રગટાવી ગમા-અણગમાં મુખ પર, કહી દેશે એમાં રે ઘણું - જ્યાં...
સાંભળી વાત, પ્રગટાવી હાસ્ય મુખ પર એના, કહી દેશે એમાં રે ઘણું - જ્યાં...
કાં વાત તારી એણે હસી કાઢી, કાં હૈયું એનું આનંદે છલકાઈ ગયું - જ્યાં...
પ્રગટે જ્યાં રોષની રેખા મુખ પર એના, ત્યારે તો ચેતવું રહ્યું - જ્યાં...
ગમી નથી વાત એને તો તારી, સ્પષ્ટ એણે તો કહી દીધું - જ્યાં...
પ્રગટાવી મુખ પર આશ્ચર્યની રેખા, કહી દેશે એમાં તો ઘણું - જ્યાં...
અપેક્ષા રાખી ન હતી તારી પાસે આવી, એમ એણે તો કહી દીધું - જ્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)