યાદ તારી મને આવવા દેતી, યાદ તારી મને કરવા દેતી નથી
જન્મોથી રહી મને ભુલાવતી રે માડી, હવે મને ભુલાવતી નહીં
ગૂંથાવી દીધો માયામાં એવો, ભુલાવી, યાદ તારી એ કરવા દેતી નથી
રહી છે માડી તું આમ કરતી, કહેવું પડ્યું, યાદ તારી, મને આવવા દેતી નથી
કદી હસાવી, કદી રડાવી, યાદ આપી, યાદ તો ભુલાવતી રહી
બેસું કરવા યાદ તો તને, મનને તો દે ત્યાંથી તો ભગાડી
ચિત્તને તો મજબૂત કરી બેસું, દે છે ચિત્તને બીજે તું ગૂંથાવી
હાલત મારી આવી કરતી રહી, કહેવું પડ્યું, યાદ તારી મને આવવા દેતી નથી
જોડતા ચિત્ત, અહં જ્યાં જાગ્યું, ગંધ એની, તને આવ્યા વિના રહેતી નથી
ચિત્તડાને દે તું તો ભમાવી, લીલા તારી દે છે, તું તો શરૂ કરી
મનના પત્તાના મહેલને મારા રે માડી, દે છે સદા તું તો તોડી
હાથ જોડી કહું છું હવે તને તો, યાદ તારી મને તું કરવા દેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)