|
View Original |
|
એ જિંદગીને જિંદગી તો શું ગણવી (2)
ખાવું, પીવું ને સૂવું માં, રહે ખાલી શ્વાસેશ્વાસો સમાયેલાં - એ...
રાખી વૃત્તિના દોર તો છૂટા, રહે એમાં ને એમાં જ વીતતી - એ...
વાતે-વાતે ઈર્ષ્યાને જીવનમાં, ઈર્ષ્યાને જ પ્રાધાન્ય રહે દેતી - એ...
કૂડકપટ ને છલકપટથી ભરેલી, ને રહે એમાં જ તો વીતતી - એ...
ક્રોધના ઉપાડા ને વેરના સપાટા, સદા રહે જે સર્જતી - એ...
સમજણ ને શાણપણ જીવનમાં, રહે જે સદા તો ભુલાવતી - એ...
જીવનમાં સામનાની તાકાત તો રહે જે સદા ઘટાડતી - એ...
જે બણગાઓ ને ફરિયાદોમાં જ રહે સદા તો રાચતી - એ...
સદા ને સદા રહે જે પ્રભુને, જીવનમાં તો વિસરાવતી - એ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)