Hymn No. 2977 | Date: 06-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-06
1991-01-06
1991-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13965
આવી ગયો અરીસો હાથમાં તો મારા, દર્શન મારું એમાં હું કરતો ગયો
આવી ગયો અરીસો હાથમાં તો મારા, દર્શન મારું એમાં હું કરતો ગયો ભૂલીને ભાન જગનું, સુંદરતા તો જગની, મુજમાં હું નિહાળી રહ્યો દેખાઈ ખામીઓ તો મુજમાં રે જ્યાં, ના એ તો હું સ્વીકારી શક્યો કરી ટાપટીપ ત્યાં થોડી, મુજમાં સુંદરતા વધારવા હું તો મથી રહ્યો છોડી ના શક્યો અરીસો તો જલદી મુજને, હું તો નીરખી ને નીરખી રહ્યો નીરખનાર હું નીરખી રહ્યો, મુજને ખામી મુજમાં ના જલદી ગોતી શક્યો સુંદરતા ગોતવા ને ગોતવા મુજમાં, બીજું બધું હું તો ભૂલી ગયો થઈ રાજી વળગાડયો અરીસો હૈયે, અરીસો હૈયામાં તો વળગી ગયો ગોતી ના શક્યો જ્યાં ખામી મુજમાં, ખોટા અહંમાં હું તો ડૂબી ગયો હટયો ના અહં તો જ્યાં, પ્રતિબિંબ મારું જુદું હું તો નીરખી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi gayo ariso haath maa to mara, darshan maaru ema hu karto gayo
bhuli ne bhaan jaganum, sundarata to jagani, mujamam hu nihali rahyo
dekhai khamio to mujamam re jyam, na e to hu swikari shakyo
kari tapatipa tya to jag ni and mujadamahyo
chhodi na shakyo Ariso to jaladi mujane, hu to nirakhi ne nirakhi rahyo
nirakhanara hu nirakhi rahyo, mujh ne Khami mujamam na jaladi goti shakyo
sundarata gotava ne gotava mujamam, biju badhu hu to bhuli gayo
thai raji valagadayo Ariso Haiye, Ariso haiya maa to valagi gayo
goti na shakyo jya khami mujamam, khota ahammam hu to dubi gayo
hatayo na aham to jyam, pratibimba maaru judum hu to nirakhi gayo
|
|