Hymn No. 2979 | Date: 07-Jan-1991
|
|
Text Size |
 |
 |
મનને તું જાણી લે, મનને તું નાથી લે, પ્રભુને ત્યાં તો તું પામી શકશે
Mann Ne Tu Jaani Le, Mann Ne Tu Nathi Le, Prabhu Ne Tyaa Toh Tu Paami Shakshe
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
મનને તું જાણી લે, મનને તું નાથી લે, પ્રભુને ત્યાં તો તું પામી શકશે માનવ જનમ વિના મળશે ના રે પ્રભુ, મન વિનાનો તો કોઈ માનવ નથી આવ્યો છે તો તું મન સાથે, જાશે મનની સાથે, રહેશે મન તો સાથે ને સાથે દેખાયે ના એ તો, અનુભવમાં આવે એ તો, તું એનાથી તો અજાણ નથી ભરી છે શક્તિ એમાં, રહ્યો છે અજાણ તું જ્યાં, તું શક્તિ વિનાનો નથી કરીને ઉપયોગ સાચો, બનીશ શક્તિપુંજ તું, આ વિના તો ઇલાજ નથી જોડીને માયામાં, ભરમાયો માયામાં, પ્રભુ ત્યાં દૂર લાગ્યા વિના રહેવાના નથી જોડાયું મન જેમાં, લાગ્યું પાસે એ તો ત્યાં, પાસે લાગ્યા વિના રહેવાનું નથી અહં વિના બધા ગુણો છે પ્રભુના, પ્રભુને નજદીક લાવ્યા વિના રહેતા નથી અદૃશ્ય ભી છે, શક્તિશાળી ભી છે, અહીં ભી તો છે, બધે જઈ શકે છે અનુભવી શકે છે, મુક્ત રહી શકે છે, ગતિશીલ સદા રહી શકે છે ભૂલી શકે છે, યાદ રાખી શકે છે, પ્રભુ ભી એ તો બની શકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|