Hymn No. 2993 | Date: 16-Jan-1991
|
|
Text Size |
 |
 |
જોઈએ છે શું સાચું, શું જોઈતું નથી જીવનમાં, એની મને ખબર નથી ચાહું છું શું, શાને ચાહું છું જીવનમાં, એની મને તો ખબર નથી બેસમજમાં રહ્યો છું ફરતો, સમજદાર સમજવા વિના મને હું રહ્યો નથી ગમાઅણગમાના યુદ્ધો કરી ઊભા, રાચ્યા વિના એમાં હું રહ્યો નથી બદલાતા રહ્યાં ગમાઅણગમા, સ્થિર એમાં તો હું રહ્યો નથી છે હકીકત જીવનની આ તો મારી, જગથી છુપાવ્યા વિના એ હું રહ્યો નથી નજરની સીમામાં જે આવ્યું, સાચું માન્યા વિના એને હું રહ્યો નથી ધોકો દઈ ગઈ નજર કંઈકવાર, અનુભવમાં આવ્યા વિના એ રહ્યું નથી છે યાદી જોઈએ છે ની તો લાંબી, મૂંઝાયા વિના એમાં રહ્યો નથી જોઈતું મળતું નથી સહુને જગમાં, નજર બહાર કાંઈ એ તો નથી ના મળતાં જીવનમાં, અસર હૈયે એની થયા વિના રહી નથી છોડી ના શક્યો ગમાઅણગમાં, સુખદુઃખના ઝોલા ખાધા વિના રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|