Hymn No. 2995 | Date: 17-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-17
1991-01-17
1991-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13983
કર્મોની પાઘડી બાંધી આવ્યો છે તું જગમાં, સંયમની કલગીથી શોભી ઊઠશે
કર્મોની પાઘડી બાંધી આવ્યો છે તું જગમાં, સંયમની કલગીથી શોભી ઊઠશે સંજોગોના ચડયા છે વળ તો એમાં, સદ્ગુણોથી તો એ દીપી રે ઊઠશે ભાવના રંગોથી રંગીશ જ્યાં એને, એના રંગોથી તો એ શોભી ઊઠશે શ્રદ્ધાના મોતીથી ગૂંથીશ જ્યાં તું એને, એની ગૂંથણીથી એ તો દીપી ઊઠશે શાંત ને સ્થિર મસ્તક પર, રહી બંધબેસતી, એ તો શોભી ઊઠશે સમજદારીની અદાથી તો, નિત્ય જીવનમાં તો ઝળહળી રે ઊઠશે પાડીશ ભક્તિની ભાત તું જ્યાં એમાં, સોનામાં સુગંધ ભળી ઊઠશે રાખીશ બચાવી વિકારોના ડાઘથી એને, નયનમનોહર એ તો બનશે કરીશ ભૂલો જ્યાં, એમાં તો તું, કિંમત ઓછી એની તું કરાવશે છે પાઘડી તો તારી ને તારી, સમજી વિચારીને એને તું રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmoni paghadi bandhi aavyo che tu jagamam, sanyamani kalagithi shobhi uthashe
sanjogona chadaya che vala to emam, sadgunothi to e dipi re uthashe
bhaav na rangothi rangisha jya ene, ena rangothi to e shhasyami tumi
uthe dipthanithe, enith
shant ne sthir mastaka para, rahi bandhabesati, e to shobhi uthashe
samajadarini adathi to, nitya jivanamam to jalahali re uthashe
padisha bhaktini bhat tu jya emam, sonamam sugandh bhali uthashe
rakhisha bachavi vikaaro na daghan to
emam, nayhashe, nayhan to emam, nayhulamo, nayhaso, nayhaman to ema tum, kimmat ochhi eni tu karavashe
che paghadi to taari ne tari, samaji vichaari ne ene tu rakhaje
|