અધકચરી સમજ ને હોય આવડતની તો ખામી, જોડી આની તો જ્યાં જામી
છે જગમાં તો આ રે, છે આ તો, તમાશા પૂર્વેની નિશાની
વેરની જ્વાળા જ્યાં ભભૂકે, ને હોય સમજણની તો ખામી - જોડી...
હોય પૂરા અજ્ઞાની, ને હૈયે તો જ્યાં વાહ-વાહની ઇચ્છા જાગી - જોડી...
હૈયે હોય આળસભર્યું ભારી, મળી જાય એને બહાનાની તો ચાવી - જોડી...
દંભ હૈયામાં રાખે ઢાંકી, દયા તો હૈયે જ્યાં ખોટી રે જાગી - જોડી...
રહે દુર્ભાગ્ય દ્વાર ખખડાવી, શંકા હૈયે જ્યાં એમાં તો જાગી - જોડી...
હોય કડવાશ જીભમાં ભારી, મળે વિપરીત સંજોગોની લહાણી - જોડી...
હોય જીવનમાં ધીરજની ખામી, મળે ભાગ્યમાં નિરાશાની ફાળવણી - જોડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)