Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3008 | Date: 22-Jan-1991
થાય થોડું ભી તો ઓછું હોય પોતાની જે પાસે, ના કોઈને એ તો ગમ્યું રે
Thāya thōḍuṁ bhī tō ōchuṁ hōya pōtānī jē pāsē, nā kōīnē ē tō gamyuṁ rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3008 | Date: 22-Jan-1991

થાય થોડું ભી તો ઓછું હોય પોતાની જે પાસે, ના કોઈને એ તો ગમ્યું રે

  No Audio

thāya thōḍuṁ bhī tō ōchuṁ hōya pōtānī jē pāsē, nā kōīnē ē tō gamyuṁ rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-22 1991-01-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13997 થાય થોડું ભી તો ઓછું હોય પોતાની જે પાસે, ના કોઈને એ તો ગમ્યું રે થાય થોડું ભી તો ઓછું હોય પોતાની જે પાસે, ના કોઈને એ તો ગમ્યું રે,

જગમાં આમ તો ચાલ્યું આવ્યું છે (2)

પોતાનું બોલ્યું, માને તો સાચું સહુએ જગમાં આ તો ચાહ્યું રે

સ્વાર્થમાં રહે સહુ દોડતું, ફેરવે પોતાનું ભી બોલ્યું, રહ્યા એ તો સહુ કરતુ રે

થાતું રહ્યું છે જે ઓછું, ધ્યાન એ તરફ ના જાતું, બેધ્યાન એમાં સહુ રહેતા રે

સ્વાર્થે વ્હાલું સહુ લાગતું, ટકરાતાં વેરી બનતું, સહુ આમ તો કરતું રે

રહે તો સહુ ભૂલો કરતું, દોષ અન્યના એમાં જોતું, આમ તો સહુ કરતું રે

લોભ લાલચે સહુ તણાતું, રહે સીમા એની વિસ્તારતું, આમ સહુ કરતું રે

બનાવી સ્પર્ધા જગને, જગમાં અન્યને તો હડસેલતું આવ્યું રે

તૈયાર ભાણે છે સહુએ જમવું, તૈયાર ફળ તો માંગતુ આવ્યું રે

સહુ યોગ્ય પોતાને તો સમજતું, યોગ્યતા પર નજર તો ના નાંખતું રે
View Original Increase Font Decrease Font

થાય થોડું ભી તો ઓછું હોય પોતાની જે પાસે, ના કોઈને એ તો ગમ્યું રે,

જગમાં આમ તો ચાલ્યું આવ્યું છે (2)

પોતાનું બોલ્યું, માને તો સાચું સહુએ જગમાં આ તો ચાહ્યું રે

સ્વાર્થમાં રહે સહુ દોડતું, ફેરવે પોતાનું ભી બોલ્યું, રહ્યા એ તો સહુ કરતુ રે

થાતું રહ્યું છે જે ઓછું, ધ્યાન એ તરફ ના જાતું, બેધ્યાન એમાં સહુ રહેતા રે

સ્વાર્થે વ્હાલું સહુ લાગતું, ટકરાતાં વેરી બનતું, સહુ આમ તો કરતું રે

રહે તો સહુ ભૂલો કરતું, દોષ અન્યના એમાં જોતું, આમ તો સહુ કરતું રે

લોભ લાલચે સહુ તણાતું, રહે સીમા એની વિસ્તારતું, આમ સહુ કરતું રે

બનાવી સ્પર્ધા જગને, જગમાં અન્યને તો હડસેલતું આવ્યું રે

તૈયાર ભાણે છે સહુએ જમવું, તૈયાર ફળ તો માંગતુ આવ્યું રે

સહુ યોગ્ય પોતાને તો સમજતું, યોગ્યતા પર નજર તો ના નાંખતું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya thōḍuṁ bhī tō ōchuṁ hōya pōtānī jē pāsē, nā kōīnē ē tō gamyuṁ rē,

jagamāṁ āma tō cālyuṁ āvyuṁ chē (2)

pōtānuṁ bōlyuṁ, mānē tō sācuṁ sahuē jagamāṁ ā tō cāhyuṁ rē

svārthamāṁ rahē sahu dōḍatuṁ, phēravē pōtānuṁ bhī bōlyuṁ, rahyā ē tō sahu karatu rē

thātuṁ rahyuṁ chē jē ōchuṁ, dhyāna ē tarapha nā jātuṁ, bēdhyāna ēmāṁ sahu rahētā rē

svārthē vhāluṁ sahu lāgatuṁ, ṭakarātāṁ vērī banatuṁ, sahu āma tō karatuṁ rē

rahē tō sahu bhūlō karatuṁ, dōṣa anyanā ēmāṁ jōtuṁ, āma tō sahu karatuṁ rē

lōbha lālacē sahu taṇātuṁ, rahē sīmā ēnī vistāratuṁ, āma sahu karatuṁ rē

banāvī spardhā jaganē, jagamāṁ anyanē tō haḍasēlatuṁ āvyuṁ rē

taiyāra bhāṇē chē sahuē jamavuṁ, taiyāra phala tō māṁgatu āvyuṁ rē

sahu yōgya pōtānē tō samajatuṁ, yōgyatā para najara tō nā nāṁkhatuṁ rē
Scan Image

Gujarati Bhajan no. 3008 by Satguru Devendra Ghia - Kaka
First...300730083009...Last