ના ગમતું છોડવા તો છે સહુ તૈયાર, ગમતું તો કોણે ત્યજવું છે
સાચું લાગ્યું તો જે પોતાને, એને છોડવા તો કોણ તૈયાર છે
ના માગ્યું, પ્રભુ તો દેતા આવે, બીજું જગમાં કોણે તો આમ દીધું છે
સાથની વાતો તો સહુ કોઈ કરતા, અનંત સાથ તો કોણે દીધો છે
જીવનમાં દુઃખ તો ક્ષણભર અનુભવતા, કાયમ દુઃખી કોણ રહ્યું છે
નજર સામેથી રહે સહુ હટતાં ને હટતાં, કાયમ નજર સામે કોણ રહ્યું છે
કોઈ ને કોઈ ચીજનું ગાંડપણ જાગે, પ્રભુ દીવાનો જગમાં કોણ રહ્યું છે
લાગણીમાં રહ્યા સહુ તો તણાતા, કાયમની લાગણી કોની ટકી છે
અંધારાં-અજવાળાં અનુભવ્યાં સહુએ, કાયમ સાથે ના રહ્યા છે
આવ્યા જે જગમાં, છોડી ગયા જગને, કાયમ જગમાં કોણ રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)