Hymn No. 5914 | Date: 22-Aug-1995
|
|
Text Size |
 |
 |
પધારો રે પ્રભુ, તમે રે મારા અંતરમાં, તમે રે મારા રે અંતરમાં
Padharo Re Prabhu, Tame Re Maara Antarma, Tame Re Maara Antarma
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
પધારો રે પ્રભુ, તમે રે મારા અંતરમાં, તમે રે મારા રે અંતરમાં જોશો ના તમે રે કોઈ બીજું, તમારાને તમારા વિના જોશો જ્યાં ઊતરી તમે મારી અંદર, થાશે રે દર્શન તમને તો તમારા જોઈને દર્શન તમારા, પડજો ના અચરજમાં, તમે સમજજો એને આયના તમારા મળે જ્યાં દર્શન તમને તમારા, ઊછળી ઊઠશે હૈયું અમારું, કહેશો એને, આયના તમારા મળ્યા ના હશે દર્શન તમને કદી તમારા, થઈ જાશે દર્શન તમને તમારા હૈયાંમાં અમારા છે સ્થાન એ તો તમારું, રાખજો ના ખાલી કદી એને તો તમારા વિના વાળીઝૂડીને રહ્યો છું સાફ કરતોને કરતો, રહ્યો છું કરતો સાફ એમાંથી બધા કચરા પધાર્યા એક વાર જ્યાં તમે એમાં, જવાનું નામ ત્યાંથી નથી લેવાના જ્યાં હૈયાંમાં તમે પધાર્યા, ત્યાંજ જ્યાં રહેવાના, મુક્તિ વિના બીજું શું કહેવાય હશે હાજરી હૈયાંમાં જ્યાં તમારી, દુઃખ દર્દ, અમારા હૈયાંને નથી સ્પર્શવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|