Hymn No. 3028 | Date: 02-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-02
1991-02-02
1991-02-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14017
`મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો
`મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો અંતરમાં વસ્યો છે એવો રે ઊંડો, વાત્સલ્યભાવ સદા રહ્યો છે વેરતો જન્મની સાથે છે એ બંધાયેલો, `મા' વિના બાળ જગમાં કોઈ ના દીઠો છે સહુમાં તો છે એ તો વસ્યો, જગઉત્પત્તિ સાથે છે એ બંધાયેલો જગની બધી તો મીઠાશ રહ્યો છે, એમાં તો સમાવી રે દેતો મા વિના નથી કોઈ સંસાર, રહે સંસાર તો એના વિના, સૂનો રે સૂનો હશે હૈયામાં પ્રેમ તો ભલે ભર્યો, `મા' ના પ્રેમ વિના, ખાલી તો રહે હૈયાનો ખૂણો દુઃખદર્દમાં રહે છે સદા ઊંડે ઊંડે, હૈયેથી સહુ તો એને રે પોકારતો પ્રેમમૂર્તિ તો છે `મા' ની ને પ્રભુની, ભાવે ભાવે રહે પ્રેમ એમાંથી નીતરતો કરુણામયીની છે કરુણા તો એમાં, છે શબ્દ જગમાં એક એવો તો મીઠો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' shabda to che evo re mitho, hotha ne bhavone karto rahyo che bhego
antar maa vasyo che evo re undo, vatsalyabhava saad rahyo che verato
janmani saathe che e bandhayelo, 'maa' veena baal jag maa koi na ditho
che sahumam to che e to vasyo, jagautpatti saathe che e bandhayelo
jag ni badhi to mithasha rahyo chhe, ema to samavi re deto
maa veena nathi koi sansara, rahe sansar to ena vina, suno re suno
hashe haiya maa prem to bhale bharyo, 'maa' na prem vina, khali to rahe haiya no khuno
duhkhadardamam rahe che saad unde unde, haiyethi sahu to ene re pokarato
premamurti to che 'maa' ni ne prabhuni, bhave bhave rahe prem ema thi nitarato
karunamayini che karuna to emam, che shabda jag maa ek evo to mitho
|