થઈ છે શરૂ તો, જીવનની રે અમારી તો મુસાફરી (2)
લઈ કર્મોનાં બેડાં ભરી-ભરી તો માથે રે, થઈ છે શરૂ અમારી તો મુસાફરી
ચાલતાં-ચાલતાં રે રહ્યા છે એ તો છલકાઈ, છલકાઈ રે - થઈ છે...
લઈ ભાથું ભાવોનું તો સાથે રે, થઈ છે શરૂ અમારી તો મુસાફરી - થઈ છે...
ચારો તરફ દૃશ્યોમાં નજર રહી છે ફરતી, લક્ષ્ય રહી છે એ ભુલાવતી રે - થઈ છે...
કર્યા ના વિચારો, આવ્યા ના વિચારો સારના રે, રહી નજર જ્યાં તો ફરતી રે - થઈ છે...
મળે ના મળે સાથીદાર, છે મુસાફરી સહુની તો પોતપોતાની રે - થઈ છે...
જ્યાં અટક્યા ને મૂંઝાયા તો વચ્ચે, આવી ગયા ખ્યાલ તો ભાવના રે - થઈ છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)