છે ફળની તો આશા સહુના હૈયે, તૈયાર ફળ તો સહુને મીઠાં લાગે
કરવી નથી મહેનત તો જગમાં જ્યાં, અન્યના ફળની તો ચાહના જાગે
જાણે-અજાણ્યે જીવનમાં તો કાંટા વાગે, અપેક્ષા તો સુંદર ફૂલની રાખે
ખારું જળ સુકાતાં તો મીઠું મળે, આશા તોય સાકરની રે રાખે
કડવાશનાં બીજ તો જીવનમાં રોપે, મીઠાશ તો એમાં ક્યાંથી મળે
સૂર્ય તો જ્યાં ઢળી રે જાયે, સૂર્યપ્રકાશની અપેક્ષા તોય ત્યારે રાખે
અગ્નિમાંથી હૂંફ તો સહુને મળે, અપેક્ષા બરફમાંથી તોય એની રાખે
ફળ તો સદા-સર્વદા મહેનત માગે, તોય મહેનતથી સહુ ભાગે
માયાનાં બીજ તો જ્યાં હૈયે વાવે, આશા પ્રભુદર્શનની તોય રાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)