જાણું ના હું તો જરા, મોકલ્યો કોણે રે મને, કે જગમાં હું કેમ આવ્યો
હતો શું કોઈ એ તો અકસ્માત, કે કર્મોએ મારા જગમાં મને ધકેલ્યો
હતું શોધવું જીવનમાં એ તો મારે, સુખદુઃખમાં હું તો અટવાતો ફર્યો
થાતી રહી ઓળખાણો જીવનમાં, હતો શું એ મારી બુદ્ધિનો ચમકારો
સફળતામાં હું તો ફુલાયો, હતો શું એ મારી આવડતનો ઇશારો
લાગણીએ લાગણીએ રહ્યો હું તો તણાતો, કે હતો એ પ્રેરણાનો પ્યાલો
ભાવે-ભાવે હું તો પ્રભુના ભાવમાં ભીંજાયો, હતો શું એ પ્રભુનો તો ઇશારો
ભૂલી ના શક્યો અસ્તિત્વ હું તો મારું, કર્મોથી રહ્યો હું તો બંધાતો
સમયનાં વહેણ તો વહેતાં રહ્યાં, તાંતણો પ્રભુનો તો હાથ ના આવ્યો
દીધું સોંપી પ્રભુને તો જ્યાં બધું, આસાનીથી ભવસાગર તો તરાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)