અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા
અજાણ્યાઓને પોતાના બનતા દીઠા, પોતાના પારકા બનતા તો દીઠા
ક્ષણમાં વિચારો બદલાતા દીઠા, સમયનાં વહેણને સદા સરકતાં તો દીઠાં
રહ્યું બધું તો સરકતું ને સરકતું, ખુદને એમાં તણાતા ને તણાતા દીઠા
નાનાને તો મોટા થતા રે દીઠા, સૂર્યને ગ્રહણમાં તો સપડાતો દીઠો
ભાવોમાં સહુને તો તણાતા દીઠા, ભાવો પર કબજા મેળવતા તો ના દીઠા
કુદરતના ક્રમને ચાલુ રહેતા તો દીઠા, પવનને પણ દિશા બદલતી દીઠી
વાદળ ઘેર્યા આકાશને પણ, નિરભ્ર બનતા તો દીઠા
એક-એકને કરતા, ભેગા થાતા દીઠા, એક-એક કરતા તૂટતા ભી દીઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)