જીવનમાં તો, કંઈક અકાર છોડી દેજે, કંઈક અકાર તું સ્વીકારી લેજે
અસત્યનો તો અકાર છોડી, સત્યની સાધના તો તું કરતો રહેજે
અહિંસાનો અકાર તો સ્વીકારી, અભિમાનનો અકાર તો ત્યજી દેજે
અભાવનો તો અકાર કાઢી, પ્રભુના ભાવમાં તું લીન બની રહેજે
અવિચારીનો તો અકાર કાઢી, સુવિચારી સદા તો તું બની રહેજે
અનિત્યનો તો અકાર છોડી, નિત્યની સાધના તો તું કરતો રહેજે
અમંગળનો તો અકાર છોડી, મંગળ સહુનું તો તું કરતો રહેજે
અશુભનો તો અકાર કાઢી, શુભનું ચિંતન સદા તું કરતો રહેજે
અજ્ઞાનનો અકાર તો કાઢી, જ્ઞાન સહજ સદા ભેગું તું કરતો રહેજે
અભાનનો તો તું અકાર કાઢી, પ્રભુનું ભાન તો તું ભરતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)