અંતનો તો અંત લાવ્યા વિના, અનંતની સાધના તો અધૂરી છે
ફેરવ્યા ફેરા જગના તને તો જેણે, એનો અંત લાવ્યા વિના અંત નથી
છે અંત તો જેનો રે જગમાં, એ કાંઈ જગમાં તો નિત્ય નથી
હશે ભલે એ તો મુશ્કેલ જીવનમાં, એ કાંઈ અસંભવ તો નથી
સુખનો તો અંત છે, દુઃખનો ભી અંત છે, ભોગવનારો તો તું અનંત છે
વિસ્તરતી રહે છે તો જ્યાં સીમા, ત્યાં દૃષ્ટિનો ભી તો અંત છે
સમજણની સીમા રહે જ્યાં વધતી ને વધતી, સમજણનો ભી ત્યાં અંત છે
જે નાશવંત છે એનો તો અંત છે, છે શાશ્વત એ એક જ અનંત છે
વિચારો ને ભાવોનો ભી અંત છે, સ્વીકારનાર એનો તો એક અનંત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)