Hymn No. 3039 | Date: 09-Feb-1991
|
|
Text Size |
 |
 |
એક છે, એક છે, એક છે રે ભાઈ, જગમાં આ તો એક છે
Ek Che, Ek Che , Ek Che Re Bhai, Jagama Aa To Ek Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-02-09
1991-02-09
1991-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14028
એક છે, એક છે, એક છે રે ભાઈ, જગમાં આ તો એક છે
એક છે, એક છે, એક છે રે ભાઈ, જગમાં આ તો એક છે ચમકે છે અનેક તારા તો આકાશમાં રે, પણ ધ્રુવનો તારો એમાં તો એક છે છે પર્વતો તો જગમાં અનેક રે, પણ અનોખો હિમાલય એમાં તો એક છે છે અનેક નદીઓ તો જગમાં રે, પણ પવિત્ર ગંગા મા, એમાં તો એક છે છે અનેક તો રાત્રીઓ રે, પણ શરદપૂનમની રાત્રી તો એક છે હીરાઓ તો જગમાં અનેક છે, પણ કોહિનૂરનો હીરો એમાં તો એક છે પુસ્તકો તો જગમાં અનેક છે, પણ અનોખી ગીતા એમાં તો એક છે પ્રકાશ તો જગમાં તો અનેક છે, પણ સૂર્યપ્રકાશ એમાં તો એક છે છે જગમાં તો જીવ અનેક રે, પણ પરમાત્મા સહુમાં તો એક છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek chhe, ek chhe, ek che re bhai, jag maa a to ek che
chamake che anek taara to akashamam re, pan dhruvano taaro ema to ek che
che parvato to jag maa anek re, pan anokho himalaya ema to ek che
che anek nad re, pan pavitra ganga ma, ema to ek che
che anek to ratrio re, pan sharadapunamani raatri to ek che
hirao to jag maa anek chhe, pan kohinurano hiro ema to ek che
pustako to jag maa anek chhe, emana prak tookhi ek
gita to jag maa to anek chhe, pan suryaprakasha ema to ek che
che jag maa to jiva anek re, pan paramatma sahumam to ek che
|