Hymn No. 3040 | Date: 09-Feb-1991
|
|
Text Size |
 |
 |
પરખાય તો, કાળનાં એંધાણ તું પારખી લેજે, કોઈનું ત્યાં તો નહિ ચાલે ઝડપશે કાળ તને તો જ્યારે, હોંશિયારી તારી, ત્યાં તો નહિ ચાલે બનીશ લાચાર ત્યાં તો તું ત્યારે, વળશે શું ત્યારે, આંસુ રે સારે પાસાં તારા ત્યાં તો અવળાં પડશે, બુદ્ધિ તારી ત્યાં, બ્હેર મારી જાશે કાળમીંઢ પથ્થરદિલ તો તારું એની પાસે તો મીણ બની રે જાશે શરીર તારું તો કહ્યામાં નવ રહેશે, વેદના એની, હૈયું તારું તો કોરી ખાશે આશા તારી તો અધૂરી રહેશે, નજર સામે મહેલ એના તો તૂટી રે જાશે સવાલાખનો મનાતો માનવી રે તું, કોડીનો ત્યાં તો તું બની રે જાશે મુખ પર ફરકતું, નિત્ય હાસ્ય તારું, પળભરમાં તો ત્યાં સુકાઈ રે જાશે મારા તારા તો અળગા રહેશે, અંતરમાં તો સહુ ત્યાં તો પરખાઈ જાશે ઝડપાય તો તક ઝડપી લેજે, બધું પ્રભુને હૈયેથી ત્યારે તો સોંપી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|