Hymn No. 5916 | Date: 24-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-24
1995-08-24
1995-08-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1403
વાંકાચૂંકા રે રસ્તા, ક્યારેક એ, ક્યાંક ને ક્યાંક તો જરૂર એ મળવાના
વાંકાચૂંકા રે રસ્તા, ક્યારેક એ, ક્યાંક ને ક્યાંક તો જરૂર એ મળવાના સીધા ને સીધા રે રસ્તા આગળ વધતા, ક્યાંક ને ક્યાંક એ તો ફંટાવાના હરેક રસ્તાના હોય છે રે છેડા, ત્યાં સુધી જ એ તો પહોંચાડવાના રસ્તાના છેડા હશે જો એ તારા છેડા, જલદી તો ત્યાં તમે પહોંચવાના હશે ના જો એ છેડા તારા, રસ્તા વારેઘડીએ પડશે ત્યાં બદલવાના અંત વિનાના રસ્તા ના હશે અંત વિનાના છેડા, થકવ્યા વિના નથી એ રહેવાના તૈયારી સાથે પડશે રે ચાલવું, જરૂર નહીંતર એમાં તો થાકવાના મંઝિલે મંઝિલે પડશે રસ્તા જુદા, મંઝિલ વિના રસ્તા શા કામના આવે જે જે તકલીફો રસ્તામાં, પડશે કરવા એના એમાં તો સામના રહ્યું અંતર કેટલું બાકી, કાપ્યો રસ્તો કેટલો, એના ઉપર મંડાવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vankachunka re rasta, kyarek e, kyanka ne kyanka to jarur e malvana
sidha ne sidha re rasta aagal vadhata, kyanka ne kyanka e to phantavana
hareka rastana hoy che re chheda, tya sudhi j e to pahonchadavana
has rastana e chheda to tya tame pahonchavana
hashe na jo e chheda tara, rasta vareghadie padashe tya badalavana
anta veena na rasta na hashe anta veena na chheda, thakavya veena nathi e rahevana
taiyari saathe padashe pad rila ralavumana, jarile to
thakastile manjastile ema juda rara, jarur man thakintara sha kamana
aave je je takalipho rastamam, padashe karva ena ema to samaan
rahyu antar ketalum baki, kapyo rasto ketalo, ena upar mandavana
|