થઈ કે કરી તો જ્યાં સરખામણી, છે એ તો જુદાપણાની તો નિશાની
સ્વીકારું છું જ્યાં મને તો હું, લેવો પડશે તું ને તો ત્યાં સ્વીકારી
આ ને તે, પેલું ને બીજું, ઊભું નિત્ય એમાં તો થાતું રહેશે રે
જ્યાં તો એક છે, સરખામણી ના કોઈ સાથે તો થઈ શકે રે
સરખામણીમાં દેખાય જો એકતા, છે એ તો સદા કામની રે
છે એકનો જ આ વ્યાપ્ત સમૂહ, મળી બધું તો એક થાય છે
જ્યાં એક ને એકત્વની થાય પ્રતીતિ, સરખામણી ત્યાં અટકી જાય છે
પ્રભુ તો જ્યાં એક ને એક જ છે, સરખામણી એની સાથે ના થાય છે
કરવા સરખામણી પડે જરૂર અન્યની, એક ત્યાં તો અટકી જાય છે
કદી-કદી બરોબરી મટી, નાનું ને મોટું, એમાં તો દેખાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)