જાણી લેજે તું તો જરા, સમજી લેજે તું તો જરા
કે જીવનમાં કોણ છે રે તારું, કોણ છે રે પરાયું
લાગ્યો તું તો વહાલો, લાગ્યા તને તો વહાલા
શું સ્વાર્થથી કે વાસનાથી તો નથી આ લાગ્યું
અપનાવવા કે તરછોડવા અન્યને, કયું કારણ વચ્ચે આવ્યું
પ્રભુ હતા ને છે તો તારા, તારા મને ને હૈયે ના કેમ આ સ્વીકાર્યું
આવ્યો જ્યારે, હતા સર્વે અજાણ્યા, જાણીતા તો કોણે બનાવ્યું
જાણીતાને ના જાણી શક્યા, જીવનમાં આમ તો લાગ્યું
છું કોણ, આવ્યો ક્યાંથી, જઈશ ક્યાં, ના એ તો સમજી શકાયું
આવતા ને જાતા તો જોયા, ના મળ્યું એનું ઠામ કે ઠેકાણું
જીવનને ગણ્યું તો તારું, નથી તારું એ તો રહેવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)