છું જ્યાં હું તો નિત્ય પ્રકાશી આત્મા, રહ્યો છું શાને હું તો અંધારામાં ને અંધારામાં
છું જ્યાં હું તો નિત્ય જ્ઞાનસ્વરૂપ આત્મા, રહેતો આવ્યો શાને હું તો અજ્ઞાનમાં
છું જ્યાં હું તો નિર્લેપ આત્મા, રહ્યો છું શાને લેપાઈને તો માયામાં
છું જ્યાં હું તો નિત્ય મુક્ત આત્મા, રહ્યો છું શાને બંધાતો ને બંધાતો બંધનમાં
છું જ્યાં હું તો વ્યાપ્ત એવો આત્મા, શાને રહ્યો છું સમજી સીમા તો તનમાં
છું જ્યાં મન, બુદ્ધિનો જ્ઞાતા એવો આત્મા, રહ્યો છું શાને ખેંચાઈ મન, બુદ્ધિથી જગમાં
છું જ્યાં સુખ-દુઃખથી પર એવો આત્મા, શાને રહ્યો છું બંધાતો ને બંધાતો સુખદુઃખમાં
છું જ્યાં હું તો ચેતનસ્વરૂપ એવો આત્મા, શાને રહ્યો છું ખેંચાતો ને ખેંચાતો તો જડમાં
છું જ્યાં હું તો આનંદસ્વરૂપ એવો આત્મા, શાને રહ્યો છું ડૂબતો ને ડૂબતો તો શોકમાં
છું જ્યાં હું તો સર્વ કાંઈનો દૃષ્ટા એવો આત્મા, શાને કર્તા સમજી રહ્યો ચિંતામાં ને ચિંતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)