સમજવાનું હતું જીવનમાં જે જ્યારે, સમજ્યો ના એ તું તો ત્યારે
રહેમ ખાવી પડશે હાલત પર તો તારી, એમાં ત્યારે તો અમારે
વિચારો ના કર્યા સાચા જીવનમાં તેં તો જ્યારે, સમય નીકળી ગયો આગળ એમાં તો ત્યારે
રહ્યાં આવતાને આવતા, મુસીબતોના ખ્યાલ એમાં તો જ્યારે, કરી ના શક્યો સામનો એમાં તો ત્યારે
સાચા ખોટાના નિર્ણય લેવાની હાલત ના રહી જ્યારે, મનફાવે તેવા લેતો ગયો નિર્ણય તું તો ત્યારે
મોહના પડળ હટયા ના નજરમાંથી તો જ્યારે, જોઈ ના શક્યો જીવનને સાચી રીતે એમાંથી તું ત્યારે
રહ્યો કરતોને કરતો આચરણો ખોટા જીવનમાં જ્યારે, વાગી ના પશ્ચાતાપની બંસરી એમાથી તો ત્યારે
વેર ને વેર રહ્યો બાંધતો જીવનમાં સહુની સાથે જ્યારે, રાખ્યા ના બાકી કોઈને એમાંથી તો જ્યારે
પુરુષાર્થને ઢાંકી જાશે જીવનમાં દુર્ભાગ્ય તારું તો જ્યારે,નોંધારાની ઝાંખી દેશે નજરું તારી તો ત્યારે
સુખની શોધ માંડી ઊંધી જીવનમાં તેં તો જ્યારે, દુઃખ વિના આવશે ના કાંઈ બીજું હાથમાં ત્યારે
સમજાય તો તું સમજી જા જીવનમાં તો હવે, સમય છે હાથમાં જ્યારે, સમય વીત્યા પછી રહેશે ના કાંઈ ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)