થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી
કહી ના શકશે કોઈ જગમાં, આવશે કેટલા ને જાશે કેટલા તો જગમાંથી
છતાં સહુ કોઈ તો જાણે છે, આવ્યા જે તો જગમાં, જાશે એ તો જગમાંથી
માંડી ના માંડી શકાશે, આકાશમાંના તારાઓની તો ગણતરી
કરી ના શકાશે ગણતરી તો જગમાં રે, રેતીઓના તો કણની
કહી ના શકાશે રે કોઈથી રે જગમાં, સંખ્યા તો સાગરમાં મીઠાના કણની
ના થઈ શકાશે રે ગણતરી તો જગમાં, છે કેટલા તો કાંકરાની
માંડી નથી શકાતી કોઈથી રે, ગણતરી લીધા જગમાં કેટલા શ્વાસોની
અસંખ્ય માનવીની, અસંખ્ય ઇચ્છાઓની છે, પાસે તો એની ગણતરી
રચયિતા છે આવી અદ્દભુત સૃષ્ટિના, એક પ્રભુ વિના નથી બીજી ગણતરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)