જગત તો એક ખુલ્લી કિતાબ છે (2)
શીખાય એટલું એમાંથી તો તું શીખતો જા, વંચાય એટલું એમાંથી તો તું વાંચતો જા
કરતાં નજર આજુબાજુ તો તારી, મળશે બનાવોની તને તો જાણકારી
તારણ એમાંથી તારું તો કાઢતો જા, તું એમાંથી શીખતો જા, એમાંથી તું વાંચતો જા
અહંના ઉછાળા તો જોવા મળશે, લોભના અંજામ પણ મળશે તને તો જોવા
જોઈને-સમજીને તો આ બધું, બચતો રહેજે એમાંથી તો તું, તું શીખતો જા
ચડતા રહ્યા છે સુખદુઃખના ચકરાવે જીવનમાં સહુ, ના મળ્યા મુક્ત એમાંથી તો જોવા
સાર ગ્રહણ કરી એમાંથી, મુક્ત તું થાતો જા, તું શીખતો જા, તું વાંચતો જા
ગણે સહુ અન્યને મારા, ના કોઈ કોઈના રહ્યા, તું આ શીખતો જા, તું વાંચતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)