Hymn No. 3080 | Date: 08-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-08
1991-03-08
1991-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14069
હરેકનાં મન તો, જુદાં ને જુદાં છે, હરેકનાં મનનાં વિશ્વ તો જુદાં છે
હરેકનાં મન તો, જુદાં ને જુદાં છે, હરેકનાં મનનાં વિશ્વ તો જુદાં છે રહે ભલે બધાં તો એક વિશ્વમાં રે, સહુનાં સપનાં તો જુદાં છે હરેકની ઇચ્છાઓ તો જુદી ને જુદી છે, હરેકનાં કર્મો ભી તો જુદાં છે રહે ભલે બધાં તો એક વિશ્વમાં, હરેકનાં શરીર તો જુદાં છે હરેકના વિચારો તો જુદાં છે, હરેકની બુદ્ધિ તો જુદી છે રહે ભલે બધાં તો એક વિશ્વમાં, વર્તણૂક સહુની તો જુદી છે હરેકનાં સ્વભાવ તો જુદાં છે, હરેકનાં અહં ભી તો જુદાં છે રહે ભલે બધાં તો એક વિશ્વમાં, સહુ તો જુદાં પડતાં રહ્યા છે હરેકનાં નામ તો જુદા છે, હરેકનાં સ્થાન ભી તો જુદાં છે રહે ભલે બધા તો એક વિશ્વમાં, હરેકના આકાર તો જ્યાં જુદાં છે હરેક તનના અંજામ સરખા છે, અંતે સ્મશાનના સહુના રસ્તા છે રહે ભલે બધા તો એક વિશ્વમાં, સહુમાં આત્મા તો સરખા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
harekanam mann to, judam ne judam chhe, harekanam mananam vishva to judam che
rahe bhale badham to ek vishva maa re, sahunam sapanam to judam che
harekani ichchhao to judi ne judi chhe, harekanam karmo bhi to judam che to
rahe bhale badham sharir to judam che
harekana vicharo to judam chhe, harekani buddhi to judi che
rahe bhale badham to ek vishvamam, vartanuka sahuni to judi che
harekanam svabhava to judam chhe, harekanam aham bhi to judam che
rahe bhale tovham to ek vish rahya che
harekanam naam to juda chhe, harekanam sthana bhi to judam che
rahe bhale badha to ek vishvamam, harekana akara to jya judam che
hareka tanana anjama sarakha chhe, ante smashanana sahuna rasta che
rahe bhale badha to ek vishvamam, sahumam aatma to sarakha che
|