1995-08-28
1995-08-28
1995-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1407
ભૂલ્યો તું ભુલાતો નથી, ભૂલ્યો તું ભુલાતો નથી પ્રભુજી રે વ્હાલા

વીત્યા છે જન્મોજનમ તો મારા, યાદો તોયે તારી, ભૂલી ભુલાતી નથી
રચ્યોપચ્યો રહું ભલે હું માયામાં, ફરી ફરી જાગી જાય યાદો તારી રે - ભૂલ્યો...
રાખી નથી મેં ગણતરી જનમોજનમની, રાખી નથી ગણતરી તારા નામની રે - ભૂલ્યો...
હર હાલતમાંથી કર્યો મુક્ત તેં તો મને, ઉપકાર જગમાં ના કદી એ તો ભુલાય
જાગી ગઈ યાદ જ્યાં હૈયાંમાં તારી, રહ્યું ના સ્વપ્ન એમાંથી તો બાકી - ભૂલ્યો...
રહેશે ને જાગશે યાદો તારી, હશે અસ્તિત્વ જ્યાં સુધી મારું, જ્યાં સુધી તુજમાં નહિ સમાય - ભૂલ્યો...
અટકાવશે ભલે પાપો મને રે મારા, છે વિશ્વાસ મને, પુણ્યમાં તો મારા - ભૂલ્યો...
આવ્યો નથી ભલે તું નજરમાં મારા, તડપન જાગી છે હૈયાંમાં મારી, દેશે ના એ ભુલાવી - ભૂલ્યો...
છૂટે ભલે રે શ્વાસો રે મારા, છે વિશ્વાસ તારા નામોમાં, પૂરશે તું શ્વાસો મારા - ભૂલ્યો...
કહું તને હવે હું શું વધુ, સમજી ગયો છે જ્યાં તું બધું,કરતો ના કોશિશ ભુલાવવા મને તું - ભૂલ્યો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlyō tuṁ bhulātō nathī, bhūlyō tuṁ bhulātō nathī prabhujī rē vhālā
vītyā chē janmōjanama tō mārā, yādō tōyē tārī, bhūlī bhulātī nathī
racyōpacyō rahuṁ bhalē huṁ māyāmāṁ, pharī pharī jāgī jāya yādō tārī rē - bhūlyō...
rākhī nathī mēṁ gaṇatarī janamōjanamanī, rākhī nathī gaṇatarī tārā nāmanī rē - bhūlyō...
hara hālatamāṁthī karyō mukta tēṁ tō manē, upakāra jagamāṁ nā kadī ē tō bhulāya
jāgī gaī yāda jyāṁ haiyāṁmāṁ tārī, rahyuṁ nā svapna ēmāṁthī tō bākī - bhūlyō...
rahēśē nē jāgaśē yādō tārī, haśē astitva jyāṁ sudhī māruṁ, jyāṁ sudhī tujamāṁ nahi samāya - bhūlyō...
aṭakāvaśē bhalē pāpō manē rē mārā, chē viśvāsa manē, puṇyamāṁ tō mārā - bhūlyō...
āvyō nathī bhalē tuṁ najaramāṁ mārā, taḍapana jāgī chē haiyāṁmāṁ mārī, dēśē nā ē bhulāvī - bhūlyō...
chūṭē bhalē rē śvāsō rē mārā, chē viśvāsa tārā nāmōmāṁ, pūraśē tuṁ śvāsō mārā - bhūlyō...
kahuṁ tanē havē huṁ śuṁ vadhu, samajī gayō chē jyāṁ tuṁ badhuṁ,karatō nā kōśiśa bhulāvavā manē tuṁ - bhūlyō...
|