1991-03-10
1991-03-10
1991-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14073
છૂટશે જગ તો જ્યાં મનમાંથી, બનશે ત્યાં એ મથુરા ને કાશી

ફેરવતું રહેશે એ તો જગના ફેરા, બનશે જ્યાં એ તનનું રહેવાસી
કરીશ ને જ્યાં એ થાશે મુક્ત વાસનાથી, બનીશ ત્યાં તું મુક્ત પ્રવાસી
આવ્યું જ્યાં મન ઇચ્છાઓ ને વાસનાઓ સાથે, બન્યું એ તો જગવાસી
જોડાઈ નાશવંત તન સાથે ભૂલ્યો ત્યાં, હતો એ તો અવિનાશી
ફરીને ફેરા ફરતો રહ્યો જનમના, સંઘ ના પ્હોંચ્યો એનો તો કાશી
સુખદુઃખને તો સત્કારી જીવનમાં, બન્યો એ તો નિત્ય ઉદાસી
મુક્તપંથે ચાલવા રે જીવડાં, મન બુદ્ધિને બનાવ તારી દાસી
વાસના ને મેલ ધોઈ નાખીશ બધા, ઊઠશે મન બુદ્ધિ ત્યાં પ્રકાશી
છે શક્તિથી ભરેલાં બંને, રાખજે નજરમાં સદા આ તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭaśē jaga tō jyāṁ manamāṁthī, banaśē tyāṁ ē mathurā nē kāśī
phēravatuṁ rahēśē ē tō jaganā phērā, banaśē jyāṁ ē tananuṁ rahēvāsī
karīśa nē jyāṁ ē thāśē mukta vāsanāthī, banīśa tyāṁ tuṁ mukta pravāsī
āvyuṁ jyāṁ mana icchāō nē vāsanāō sāthē, banyuṁ ē tō jagavāsī
jōḍāī nāśavaṁta tana sāthē bhūlyō tyāṁ, hatō ē tō avināśī
pharīnē phērā pharatō rahyō janamanā, saṁgha nā phōṁcyō ēnō tō kāśī
sukhaduḥkhanē tō satkārī jīvanamāṁ, banyō ē tō nitya udāsī
muktapaṁthē cālavā rē jīvaḍāṁ, mana buddhinē banāva tārī dāsī
vāsanā nē mēla dhōī nākhīśa badhā, ūṭhaśē mana buddhi tyāṁ prakāśī
chē śaktithī bharēlāṁ baṁnē, rākhajē najaramāṁ sadā ā tō tārī
|
|