Hymn No. 5921 | Date: 28-Aug-1995
|
|
Text Size |
 |
 |
જુઓ છે રે પ્રભુ જીવનમાં ક્યાં ભૂલ્યો છું રે હું સમજીને કર્યું જીવનમાં તો થોડું, કર્યું ના સમજમાં, જીવનમાં ઘણું ઘણું પકડયા રસ્તા મેં તો જીવનમાં ઘણા ઘણા, સ્થિર રહ્યો ના એક રસ્તામાં હું, અનેક રસ્તાના મોહમાં જીવનમાં, જાતો રહ્યો છું દૂરને દૂર તારાથી તો હું, જાગે છે ભાવો હૈયાંમાં મારા, ખેંચી ના શક્યો તને હું, રોકી ના શક્યો એથી તું, જગતમાં રહીએ છીએ અમે, ગોતતા ને ગોતતા કારણો અમે, ઉપજાવી દે છે કારણો તું, કરવી નથી માથાઝીક મારે તો એમાં, સમજાવી દેશે અનેરું કારણ એમાં તો તું, શક્તિ વિનાના ઉધામા આદર્યા જીવનમાં તો મેં, જોતો ને જોતો રહ્યો છે એને રે તું, નજરમાં વસ્યો ભલે રે તું, રોકી ના શક્યો માયાને હું, જોતો રહ્યો છે એ તો તું, કરતો ને કરતો રહ્યો તું એવું, પાત્ર બની ના શકું હું, પ્રેમ વિના મળે ના મને તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|