રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી
ફિકર નથી હૈયે મારા રે પ્રભુ, સોંપી છે જ્યાં તમને તો જવાબદારી
રટતા-રટતા નામ તમારું, આવશે મનમાં તો જ્યાં તદાકારી
પડશે મોકળા મને તમારે તો લેવો, અમને ત્યાં તો સ્વીકારી
જેવા ભી હઈશું, પાપી ભી હોઈશું, પણ તમે તો છો પાવનકારી
આશા વિનાની રહી ગઈ હોય જો આશા, કરજો પૂરી આશા અમારી
છીએ માયાથી જ્યાં બંધાયેલા અમે, સમજી લેજો ત્યાં અમારી લાચારી
મળવા તને, કરીએ છીએ યત્નો અમે, બનાવજો એને તો ફળકારી
નથી સમજ જ્યાં સાચી અમારામાં, દેજો અમને તો સાચી સમજદારી
હે અંતર્યામી રટતા રહીએ દિલથી તને, દેજો શક્તિ એવી તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)