કંઈક તારે ભી તો કરવું પડશે (2)
ફરતા ને ફરતા તારા મનને, સ્થિર તારે તો કરવું પડશે
રાખીશ ફરતું ને ફરતું એને, નડતર ક્યારેક એ તો ઊભું કરશે
છે આદત જન્મોજનમની, સુધારવી હવે એને તો પડશે
ફરતું રહેશે એ જ્યાં સુધી, ક્યાંયનો ના, તને તો એ રહેવા દેશે
શંકા-કુશંકાના નાચ નચાવી, નચાવતું એ તો, તને રે રહેશે
જ્યાં સાથ તને એ તો દેશે, ઉપર ને ઉપર તને એ લઈ જશે
ઢળતા પ્રભુમાં ભાવને તારા, અડચણ ઊભી એમાં એ તો કરશે
જન્મોજનમથી કરતું રહ્યું છે રાજ તારા પર, ના જલદી એ છોડી દેશે
મન-બુદ્ધિને ભાવમાં જોડી, ભાવને તો પ્રભુમાં જોડવા પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)