રાખ-રાખ જીવડા, દિલ તારું તો સાફ, કરશે ના પ્રભુ તને તો માફ
કર્મોમાં કર્તા ભાવ તો ના રાખ, કર્મોનો ચોપડો તો સાફ કરી નાખ
સર્વેમાં તો રાખ પ્રભુભાવ, હૈયામાં પ્રભુ વિના બીજું કાંઈ ના લાવ
છોડીશ તો જ્યાં જગની માયા, મળશે ત્યાં તને પ્રભુની તો થોડી છાયા
કોશિશોમાં તો રહેજે ના અસ્થિર, બનશે મનડું ત્યારે તારું તો સ્થિર
છોડ હૈયેથી તો બધા વિકાર, પામવા પ્રભુનો તો શુદ્ધ આકાર
નથી જીવનમાં તો કાંઈ નવું, જન્મોજનમ તો આ બધું અનુભવ્યું
રહ્યો છે માયામાં એવો તો ફસાઈ, લાગતી નથી હવે એમાં તો નવાઈ
બન ના તું હવે માયાનો તો દાસ, છે જ્યાં તારામાં પ્રભુનો તો વાસ
તન નથી કાંઈ કાયમનો નિવાસ, રાખ આ વાતમાં પૂરો વિશ્વાસ
છે તુજમાં તો જગ સમાયું, છે તું તો તારો રે પ્રભુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)