જીવનમાં રે, બધું તો સંયમથી તો શોભી ઊઠશે રે
વેર તો જીવનમાં જાગે, વેર ભી તો સંયમથી શોભી ઊઠશે રે
ક્રોધ જીવનમાં તો જાગે, ક્રોધ ભી તો સંયમથી શોભી ઊઠશે રે
લોભ જીવનમાં તો જાગે, લોભમાં ભી સંયમ તો શોભી ઊઠશે રે
લાલચ ભી જીવનમાં જાગે, એમાં ભી સંયમ તો શોભી ઊઠશે રે
ઈર્ષ્યા તો જીવનમાં જાગે, એમાં ભી સંયમ તો શોભી ઊઠશે રે
વિકારો જીવનમાં તો જાગે, એમાં ભી તો, સંયમ તો શોભી ઊઠશે રે
પ્રેમ ભી તો જીવનમાં જાગે, એમાં ભી તો, સંયમ તો શોભી ઊઠશે રે
દયા ભી તો જીવનમાં જાગે, એમાં ભી તો, સંયમ તો શોભી ઊઠશે રે
ક્ષમા ભી જીવનમાં જાગે, એમાં ભી તો, સંયમ તો શોભી ઊઠશે રે
કરુણા ભી જીવનમાં જાગે, એમાં ભી તો, સંયમ શોભી ઊઠશે રે
શબ્દો જીવનમાં તો કાઢીએ, એમાં ભી તો, સંયમ શોભી ઊઠશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)