મોડું થાય છે, મોડું થાય છે, જીવનમાં સહુ વારંવાર, આમ કહેતાને બોલતાં જાય છે
રચ્યા-પચ્યા રહે છે સહુ ધમાલમાં, દેડતાં જાય છે,ને બોલતાં જાય છે, મને મોડું થાય છે
દેખાડવા છે વ્યસ્ત એવાં તો કામમાં, ચૂકે ના તો કહેવું કે મોડું થાય છે, મોડું થાય છે
પકડવા ગાડી કે મળવા અન્યને, દોડતાં જાય છે ને કહેતાં જાય છે, મને મોડું થાય છે
જીવનમાં તો મોડાને મોડા પડતાં જાય છે, કહેતાંને કહેતાં જાય છે, મને મોડું થાય છે
જરૂર નથી મોડા પડવાની જીવનમાં તો જ્યાં, ત્યાં પણ તો મોડા પડતાં જાય છે
વિતાવે સમય ખોટી વાતોમાં ને આળસમાં, ને કહેતાં જાય છે, મને મોડું થાય છે
સ્વાર્થ સાધવા તો મોડું સહન થાય છે, અને તો કહેતાં જાય છે, મને મોડું થાય છે
જીવન સાચી રીતે જીવવામાં, જીવનમાં મોડું થાય છે, જીવનમાં તોયે એ તો સમજાય છે
મુક્તિ મેળવવી છે રે જીવનમાં, થાય છે મોડું તો એમાં, એમાં એ તો રહી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)