ચલાવી લેશે અવહેલના પ્રભુ તો ખુદની
ના ચલાવી લેશે, અવહેલના પ્રભુ તો, પોતાના ભક્તની
પ્રભુને ભાવથી તો ભજી લેજે, ભક્તને પ્યારથી અપનાવી લેજે
કરશે માફ પ્રભુ તો અનેક ગુનાઓ જગમાં તો તારા
કરશે ના માફ, પ્રભુ તો સતામણી પોતાના ભક્તની - પ્રભુને...
કરશે કસોટી ભલે આકરી, પ્રભુ તો પોતાના ભક્તની
પણ આવશે વહારે પ્રભુ, અણીના વખતે, એ તો દોડી - પ્રભુને...
પડશે ભીડમાં ભક્ત જ્યારે, ના અચકાશે પ્રભુ આવતા દોડી
છે રીત અનોખી એની, ભક્ત કાજે, સદા તો પ્રભુની - પ્રભુને...
અધવચ્ચે ભક્તને, પ્રભુએ, જીવનમાં રાખ્યા કદી નથી
દોડી આવતા એના કાજે, પ્રભુ તો કદી થાક્યા નથી - પ્રભુને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)