ક્યારેક ને ક્યારેક જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે
જીવનમાં તો કેમ ને ક્યારે કોણ કામ લાગશે, ના એ તો કહેવાય છે
સશક્ત લાગતો આજે રે માનવી, ક્યારે લાચાર એ તો બની જાય છે
કોણ ક્યારે આવશે કોની મદદે, ના એ તો જલદી સમજાય છે
ઊછળતા અહંને રે, વિધાતા ક્યારે તો કેવા ઘા મારી જાય છે
શોધી ના શકે મારગ જ્યારે પ્રખર બુદ્ધિ, બાળક ભી રસ્તો બતાવી જાય છે
જાળમાં પુરાયેલ સિંહને પણ, ક્યારેક ઉંદર ભી તો બચાવી જાય છે
તરશે સુકાતા ગળાને, પાણીના ટીપાની કિંમત સમજાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)