મળ્યું છે મહામૂલું તન તો જ્યાં તને, રાખજે એને તો તું સાચવીને
મળી છે બુદ્ધિ તને તો જ્યારે, કરજે ઉપયોગ એનો તું સમજીને
દીધી છે મહામૂલી પળો તો તને, કરજે ઉપયોગ એનો તું સમજીને
મળ્યા છે સંજોગ તો તને જીવનમાં, કર ઉપયોગ બુદ્ધિ ચલાવીને
દીધા છે ભાવો તને તો હૈયામાં, વહેવા દેજે સાચી દિશામાં તું એને
મળ્યો છે માનવજન્મ જ્યાં તને, સફળ કરજે, કર્મો સુધારી એને
દેખાવો જોઈને ના ખેંચાઈ જાતો, કરવા છે શું તારે, એવા દેખાવોને
નિયમોના યમોને સ્વીકારી લેજે, દેશે બળ એ તો તારા અંતરને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)