જાશો ના બીજે રે ક્યાંય રે, પ્રભુજી વહાલા, જાશો ના બીજે રે ક્યાંય
છોડીને હૈયું તો, મારું રે વહાલા, જાશો ના બીજે રે ક્યાંય
થાય જો ભૂલ મારી રે વહાલા, કરીને મને રે માફ, જાશો ના બીજે રે ક્યાંય
ભૂલું બીજું ભલે રે વહાલા, જોજે ભૂલું ના તને જરાય, જાશો ના બીજે રે ક્યાંય
મોકલ્યો છે જગમાં, દેજે પૂરો સાથ રે વહાલા, જાશો ના બીજે રે ક્યાંય
તું ને હું, થઈશું જ્યાં એક રે વહાલા, આવશે ના વાંધો ત્યાં તો જરાય
રહીશ જ્યાં તું, સાથે ને સાથે રે વહાલા, જોઈશે ના બીજું રે કાંઈ
કાકલૂદી ને આજીજી કરાવતો ના રે વહાલા, રાખજે ધ્યાનમાં આ તો સદાય
તારો છું ને રાખજે તારો સદાય, જાશો ના બીજે રે ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)