કરી કરી, જીવનમાં તેં તો, ઘણી ઘણી માથાઝીક
છોડ હવે જીવનમાં રે તું, બધી રે ખોટી રે લમણાઝીક
મળ્યો ના જીવનમાં કોઈ ફાયદો, કરી શાને એવી તેં દોડાદોડી
પડશે વીતતો સમય આવી રીતે, પડશે સમયની તો મારામારી
રહ્યાં છે રસ્તા રોકી તારા વિચારો, નીકળવા બહાર, પડશે કરવી પડાપડી
થાતીને થાતી રહે છે સહુને જીવનમાં, કોઈને કોઈ વાતમાં ધડાધડી
થાય અપમાન જીવનમાં કદી એવા,પડશે રહેવું બેસીને એમાં સમસમી
થાતી રહી છે હૈયાંમાં તો સદા, કોઈને કોઈ કારણે તો ખેંચાખેંચી
નીકળે છે સૂરો જીવનમાં તો તારા, નીકળે છે એ તો એકતરફી
રહેજે ટાળતો પ્રસંગો જીવનમાં એવા, કરવી પડે એમાં તો જીભાજોડી
આવશે ના કામ જીવનમાં તો સદા, કરી કરીને ખોટી ફેંકાફેંકી
કાઢવો પડશે માર્ગ જીવનમાં સાચો, ભલે કરવી પડે એમાં ધક્કામુક્કી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)