રામાયણના કાળમાં રે પ્રભુ, સીતા સહિત સહુની પરીક્ષા લઈ લીધી
કળિયુગના આ કાળમાં રે પ્રભુ, કરજો કસોટી સહુની તો ઢીલી
હતું આયુષ્ય લાંબું તો ત્યારે, કરી કસોટી તો ભલે તમે લાંબી
કળિયુગના આ ટૂંકા આયુષ્યમાં, કરજો કસોટી સહુની તો ટૂંકી
ઋષિમુનિઓ હતા ત્યારે તો એવા, માર્ગદર્શન રહેતું હતું સહુને મળી
કળિયુગના આ કાળમાં રે પ્રભુ, અછત એની તો નજરે રહે છે પડી
રામાયણના કાળમાં રે પ્રભુ, હર પાસાં તો રહેતાં હતાં રે મહેકી
કળિયુગના આ કાળમાં રે પ્રભુ, હર પાસામાંથી દુર્ગંધ રહી છે ફોરી
રામાયણના કાળના હર પાત્ર રે પ્રભુ, આંખ સામે રહે છે રે રમી
કળિયુગના આ કાળમાં રે પ્રભુ, હર પાત્ર થાય છે, જાવું જલદી રે ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)