જીવનને રે તું જગમાં સમજી લેજે, સમજીને જીવનને જગમાં તું જીવી જાજે
જીવન તો છે તારુંને તારું, અન્યને એમાં તો શું લાગે કે વળગે
હશે જીવનમાં કોઈ સાથ સંગાથી, સાથ તને એ ક્યાં સુધી દેશે
શ્વાસોથી છે બંધાયેલું જીવન તારું, શ્વાસ ના તને એ કોઈ દઈ શકશે
હશે સંબંધો તારા, હશે લાગણીથી સંકળાયેલા, ઓથ જીવનને એ તો અર્પી જાશે
લાગણીને સંબંધ વિનાનું જીવન ખાલી લાગશે, પણ જીવન એ તો જીવન રહેશે
સંબંધોમાં તો લાગણી જાગશે, લાગણીને કાબૂમાં રાખજે, એવી રીતે તું જીવી જાજે
પ્રભુમાં લાગણીહીન ના તું બની જાજે, એની લાગણીમાં તણાવું હોય એટલું તણાજે
તું છે ભલે એકનો એક, ભૂમિકા ભજવવાની છે, ને સમતૂલા એમાં જાળવી લેજે
છે એક તારી વ્યવહારિક સવારી, છે બીજી આધ્યાત્મિક પરિપાટી, સમતૂલા એમાં જાળવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)