Hymn No. 3151 | Date: 14-Apr-1991
|
|
Text Size |
 |
 |
દર્દથી ડરતો, દર્દી હું તો બની ગયો, પ્રભુ તારા દર્દનો શિકાર બની ગયો
Dadarthi To Darato, Dardi Hu To Bani Gayo, Prabhu Taara Dardano Shikari Bani Gayo
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
દર્દથી ડરતો, દર્દી હું તો બની ગયો, પ્રભુ તારા દર્દનો શિકાર બની ગયો છોડવી ના હતી માયા જગની, માયા જગની તો ત્યાં હું ભુલી ગયો ખોઈ ના શક્તો, ભાન હું મારું, તારા ભાનમાં હું તો ખોવાતો ગયો ચાહત જગની છોડી ના શક્યો, તુજ દર્શનની ચાહત ના છોડી શક્યો જગમાં જ્યાં તું તો ખોવાઈ ગયો, તુજમાં ના હું તો ખોવાઈ શક્યો દીધો જ્યાં આકાર તો તેં મુજને, તુજને આકારમાં જોવા ચાહી રહ્યો છે તું સુખદુઃખથી પર, થાતાં તન્મય તુજમાં, સુખદુઃખ હું તો ભુલી ગયો છે શક્તિશાળી તું, છું સંતાન તારું, છે શક્તિ તારી મુજમાં ભુલી ગયો છે જગકર્તા તું તો, કર્મોનો કર્તા ગણી મને, જગકર્તા તને હું તો ભુલી ગયો આનંદસ્વરૂપ છે જ્યાં તું સહજ આનંદ સ્વરૂપ મારું હું વીસરી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|