જીવનું જગમાં જ્યાં આગમન થઈ ગયું, શક્તિનો સંચાર ત્યાં થઈ ગયો
કર્મનાં પાસાં તો બદલાતાં રહ્યાં, પુણ્યનો ઉદય ને અસ્ત થાતો રહ્યો
ધ્યેય મુક્તિનું સહુનું તો એક રહ્યું, રસ્તા જુદા-જુદા તો લેવાતા રહ્યા
નિષ્ઠા ના સહુની તો એક રહી, સમય સહુના તો જુદા રહ્યા
જીવનના આ નાટકમાં, અંક બદલાયા, ને કંઈક નાટકો ખેલાતાં રહ્યાં
પાત્રોની સૂચિ વિના ભી, નાટકો જીવનમાં તો ભજવાતાં રહ્યાં
સ્થાન કાયમનું સમજી, જીવ રહ્યો, ભ્રમ એનો તો ભાંગતોં રહ્યો
મળી ના જ્યાં દાદ એની આશાઓને, ઊંચો ને નીચો એ થાતો રહ્યો
ખૂંપતો રહ્યો જ્યાં નિરાશાઓમાં, શક્તિમાં એ તો તૂટતો રહ્યો
સ્થાન જ્યાં એનું તો જૂનું થયું, નવું સ્થાન એ ગોતતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)