ના જાણી શક્યો, પ્રભુ જ્યાં તને, ના જાણી શક્યો હું તો મને
રહેવા છતાં, પાસે ને પાસે, ના મળી શક્યો હું તો તને
જાણી શક્યો કારણ, હું તો દૂરીનું, ના દૂર કરી શક્યો, હું તો એને
રહ્યો ફસાતો ને ફસાતો માયામાં, રહ્યો ફસાતો એમાં તો શાને
જીવનમાં ભી માનવજીવન તેં દીધું, પ્રભુ, તેં તો જ્યાં મને
આવી જગમાં, ના સમજી કે જાણી શકયો હું તો તને
રાચી રહ્યો નબળાઈઓમાં, કરી ના શકયો, દૂર હું તો એને
છે પ્રકાશનો પુંજ તું તો જ્યાં, પ્રભુ, ભટકી રહ્યો અંધારે હું તો શાને
હર વિચારમાં ને હર આચારમાં, મધ્યમાં રહ્યો મૂકતો, હું તો મને
યાદ મારી ને મારી, ઘૂંટતો ગયો, ભૂલતો રહ્યો ત્યાં હું તો તને
દયાળુ તું નથી, કૃપાળુ તું નથી, પાડું છું બૂમ, હવે હું તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)