મેળવી લે, તું મેળવી લે, જીવનમાં મૂલવીને, બધું તું મેળવી લે
કિંમત સુખદુઃખની તો તું સમજી લે, મૂલવીને એને તું મેળવી લે
રહ્યા છે જીવનમાં સહુ કર્મો મૂલવતાં, પ્રારબ્ધ એને તો તું સમજી લે
પુરુષાર્થથી મૂલવીને, સંચિતનો સંચિત, જીવનમાં તો ખેંચી લે
સાથ ને સાથીદારો મળ્યા છે મૂલવીને, જરા એ તો તું સમજી લે
મળ્યા છે શ્વાસો જીવનના ભી મૂલવીને, વિચાર જરા આ તો તું કરી લે
કરવાં છે જ્યાં દર્શન તો પ્રભુનાં, તૈયારી મૂલવવાની એની કરી લે
મૂલવીશ જ્યાં કિંમત સાચી એની, દર્શન પ્રભુનાં તો તું મેળવી લે
અચકાતો ના કિંમત મૂલવતાં, મૂલવીને બધું તો તું મેળવી લે
જગની ચીજો તો જગમાં રહેશે, સદા મનમાં આને તું સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)