કોતરેલા અક્ષરો પથ્થરો ઉપર, નથી જલદી એ ભૂંસી શકાતા
લખાયેલા અક્ષરો તો રેતીમાં, નથી એ તો કાંઈ ટકી શકતાં
લાકડીએ માર્યાં પાણી તો, જુદાં નથી એ તો પાડી શકાતાં
પ્રાણ ને પ્રકૃતિને જીવનમાં, જલદી જુદાં નથી પાડી શકાતાં
પડેલા સંસ્કાર તો ઊંડા, જલદી એ તો નથી છૂટી શકતા
શંકા-કુશંકાનાં નિવારણ તો, જીવનમાં જલદી નથી મળી શકતાં
પાણીના પરપોટા તો, આવી ઉપર, ફૂટ્યા વિના નથી એ તો રહી શકતા
પ્રાણ ને પ્રકૃતિ, જીવનમાં તો જુદા જલદી પાડી નથી શકાતા
મન ને વિચારોની ગતિને જીવનમાં, નથી જલદી રોકી શકાતા
ધ્યાનમાં, ધ્યેય ને ધ્યાનને, જુદાં તો નથી રાખી શકાતાં
ગુણો વિનાના માનવી તો, જીવનમાં સાચા શોભી નથી શકતા
પ્રાણ ને પ્રકૃતિ તો જીવનમાં, જુદાં તો પાડી નથી શકાતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)