છૂટ્યો ના, ના છોડી શક્યો, ભાર ચિંતાનો તો જ્યાં હૈયેથી
સૂઝતું નથી ત્યાં તો જીવનમાં રે સાચું, બીજું રે કાંઈ
ચડ્યો ભાર તો જ્યાં ચિંતાનો, ઊતર્યો ના હૈયેથી જરાય - સૂઝતું...
મળ્યો ના મારગ તો ત્યાં, વધારો ને વધારો ચિંતાનો થાય - સૂઝતું...
ચિંતાઓ તો અનેક, હું તો એકનો એક, મૂંઝાતો રહ્યો રે એનાથી - સૂઝતું...
રહી કોતરતી એ તો અંદરથી, બચી ના શક્યો હું એમાંથી - સૂઝતું...
જાણું છું, છે કર્તા જગના તો પ્રભુ, છૂટી ના શક્યો હું કર્તાપણામાંથી - સૂઝતું...
કર્મોથી રહ્યો હું તો બંધાતો, ના છૂટી શક્યો હું તો એમાંથી - સૂઝતું...
ધ્યેય મુક્તિનું રહ્યું હડસેલાતું, છૂટી ના શક્યો હું તો માયામાંથી - સૂઝતું...
છૂટ્યો ના ભાર જ્યાં માયાનો, થઈ ના શક્યો મુક્ત હું તો એમાંથી - સૂઝતું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)